Verwandte Artikel zu મનથી હ્રદ&#x...

મનથી હ્રદય સુધી: Relationship, Communication ane Connection ne samajvani safar - Softcover

ડૉ. મયુર જેઠવા

 
9798906961594: મનથી હ્રદય સુધી: Relationship, Communication ane Connection ne samajvani safar

Inhaltsangabe

સારા સંબંધો માત્ર લાગણીથી નથી બનતા; એકબીજાને સમજવાની કળા પણ એટલી જ જરૂરી છે.

આપણે દરરોજ લોકો સાથે વાત કરીએ છીએ, સાથે સમય વિતાવીએ છીએ, લાગણીઓ વહેંચીએ છીએ. છતાં ઘણી વાર વાત નાની હોય છે, તો પણ ગેરસમજ મોટી બની જાય છે. કોઈની એક વાત આપણને કેમ લાગી જાય છે? આપણે કોઈ વ્યક્તિ વિશે થોડા જ સમયમાં મત કેવી રીતે બનાવી લઈએ છીએ? અને ક્યારેક આપણે જેને સૌથી વધુ નજીક માનીએ છીએ, તેની સાથે જ વાત કરવી સૌથી મુશ્કેલ કેમ બની જાય છે?

"મનથી હ્રદય સુધી" એ સંબંધો, કમ્યુનિકેશન અને કનેક્શનને સમજવાની એક સરળ સફર છે. આ પુસ્તક માનવીય વર્તનના એવા પાસાઓને સરળતાથી સમજાવે છે, જે આપણા રોજિંદા સંબંધોને અસર કરે છે, જેમકે અટેચમેન્ટ, બાયસિસ, ટ્રસ્ટ, એમ્પથી, બાઉન્ડરીઝ, મુશ્કેલ વાતચીત અને લોકોને સમજવાની કળા. રોજિંદા જીવન સાથે જોડાયેલા ઉદાહરણો, રસપ્રદ પરિસ્થિતિઓ અને ઇનસાઇટ્સ દ્વારા આ પુસ્તક તમને તમારી પોતાની વર્તણૂકને ઓળખવામાં અને અન્ય લોકોને નવા દૃષ્ટિકોણથી સમજવામાં મદદ કરે છે. કારણ કે વધુ સારા સંબંધો માટે માત્ર પ્રેમ પૂરતો નથી. જરૂરી છે સમજણ, સંવાદ, વિશ્વાસ અને એકબીજા માટે જગ્યા.

"મનથી હ્રદય સુધી" તમને બીજાઓને સમજવાની સાથે પોતાની જાતને પણ વધુ સારી રીતે સમજવા, વધુ અસરકારક રીતે કમ્યુનિકેટ કરવા અને વધુ અર્થપૂર્ણ સંબંધો બનાવવા માટે પ્રેરિત કરે છે.

કારણ કે દરેક અર્થપૂર્ણ કનેક્શનની શરૂઆત સમજણથી થાય છે.

Die Inhaltsangabe kann sich auf eine andere Ausgabe dieses Titels beziehen.